mid
Facility

સંકુલની સુવિધાઓ:

કમ્પ્યુટર લેબ

સંકુલમાં અઘતન કમ્પ્યૂટર લેબ છે, જેમાં ધોરણ ૧ થી જ કમ્ચ્યૂટરનું  શિક્ષણ આપવામાં આવશે. આ     લેબમાં બાળકો ઓનલાઈન એકઝામ આપશે જેની જાણ વાલીંને કરવામાં આવશે. ઈન્ટરનેટના માધ્યમથી સાયન્સનો વિધાર્થી વિષયવસ્તુને ઊંડાણ થી સમજી અને જાણી શકશે. કમ્પ્યૂટર લેબમાં નિષ્ણાત કમ્પ્યૂટર શિક્ષક દ્વારા જ્ઞાન આપવામાં આવશે.

 

કેમેસ્ટ્રી, ફિઝીકસ અને બાયોલોજી લેબ

સંકુલમાં પરમેનન્ટ કેમેસ્ટ્રી, ફિઝીકસ અને બાયોલોજી લેબોરેટરી બનાવવામાં આવી છે. જે સંપૂર્ણ ભૌતિક સુવિઘાઓથી અને વૈજ્ઞાનિક સાધનોથી સજ્જ છે. અહીં વિધાર્થીઓ વિષયવસ્તુને પ્રેકટીકલ દ્વારા શીખશે અને સમજ કેળવશે.

મલ્ટીમિડીચા હોલ

શાળામાં મલ્ટીમિડીચા હોલ છે, જેમાં અનેક ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ છે, ડિંઝીટલ સ્માર્ટ કલાસ રૂમનીં વ્યવસ્થા છે, જેમાં ૧ થી ૮ ધોરણના બાળકોને ગણિત, વિજ્ઞાન અને ટેક્નોલોજી, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી ગ્રામરનીં દૃશ્ય શ્રાવ્ય રીતે સમજ આપવામાં આવશે. આ હોલમાં સમૂહ પ્રાર્થના, વાલીં મિટીંગ, સાંસ્કૃતિક અને શૈક્ષણિક રોમીનારો યોજાશે.

સ્પોર્ટસકલબ, સંગીતકલબ, સાહિત્યકલબ, ઈંગ્લીશ કલબ

અહીં બાળકો પોતાના શોખના વિષયમાં અને ક્ષમતા અનુસાર કોઈપણએક કલબમાં જોડાશે. અને દરેક   કલબ દ્વારા વિઘાર્થીમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવાનો પ્રયત્ન થશે. વિઘાર્થીમાં રાજ્ય અને રાષ્ટીય કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં સફળતા પ્રાપ્ત કરે તેવા પ્રયત્નો આ વિભાગ દ્વારા કરાશે.

સ્કુલબસ

ટ્રસ્ટ દ્વારા રક્રૂલબસ અને સ્ક્રૂલવાનની વ્યવસ્થા કરવામાં આવશે. ભાભર અને આજુબાજુના લગભગ ૨૦ થી ૨૫ કિ.મી. સુધીના વિસ્તારમાં આવેલા ગામડાઓના વિધાર્થીઓને સ્કૂલબસનીં સુવિધા પ્રાપ્ત થશે.

શૈક્ષણિક પ્રવાસ

દર વર્ષે શાળામાંથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન થશે. જેમાં વિધાર્થીઓ જોડાઈ શકે છે. પ્રવાસના સ્થળો વિઘાર્થીનીં વયકક્ષા અને અભ્યાસને ધ્યાને લઈ તેનામાં જ્ઞાન, સમજ અને જાણકારી વિકશે તેવા સ્થળ પસંદ કરવામાં આવશે. પ્રવાસ દ્વારા વિઘાર્થી ભૂગોળ, ઈતિહાસ તેમજ કૃષિ, વેપાર અને ઉધોગજગતનું જ્ઞાન પ્રાપ્ત કરશે.

વિશાળ લાયબ્રેરી

શાળામાં વિશાળ સંખ્યામાં પુરતકો ધરાવતી લાયબ્રેરી છે, જેમાં અભ્યાસક્રમ અનુસારના સંદર્ભ   પુસ્તકો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના પુસ્તકો, ડ્રોઈંગ, કલ્ચરલ એકટીંવીંટી, ઉધોગજગત, વેપાર અને વાણીજ્યને લગતા પુસ્તકો ઉપલબ્ધ હશે.

કન્ચાખંડ

સંકુલમાં દિકરીઓ માટે એક અલગ કન્યાખંડની સુવિધા છે, જેમાં રીંશેષ અને ફ્રી તાસમાં સમાચારપત્રો, ભરતગુંથણ, મહેંદી અને રસોઈને લગતા પુસ્તકો અને મેગેઝિન વાંચી શકશે.

સંપૂર્ણ કેમ્પસમાંC.C.T.V. કેમેરા

સંપૂર્ણ કેમ્પસનુC.C.T.V. કેમેરાથી મોનિટરીંગ થશે. જેથી બાળકોની સુરક્ષા, શિસ્ત જળવાઈ રહે અને વર્ગખંડનું નિરિક્ષણ મુખ્ય ઓફીસમાંથો થઈ શકે.

બાલમંદિર

બાલમંદિરમાં રમકડાઘર,ગાર્ડન, હિંચકા, લપસણીની સુવિધા ઉપલબ્ધ છે, બાળકોની બૌદ્ધિક શક્તિ અને તર્કશક્તિ ખીલે તેવી ઈલેકટ્રોનિક ગેમ્સ,સ્પોર્ટ્સના સાધનો, ગીત-સંગીતની કેસેટ અને પઝલ્સ તેમજ એકદિવસીય પ્રવાસ (પિકનીક) વગેરે ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓ પ્રાપ્ત થશે.

 અન્ય સુવિધાઓ

 •   અનુભવી અને તજજ્ઞ શિક્ષકો દ્વારા શિક્ષણકાર્ય.
 •   યુનિટ પ્રમાણે આંતરીક ટેસ્ટનું આયોજન.
 •   શિક્ષણ તજજ્ઞોની ત્રિ-દિવસીય વાર્ષિક વ્યાખ્યાનમાળા.
 •  ધો. ૧ થી જ ક્ષમતા અનુસાર જનરલ નોલેજનું વિશેષજ્ઞાન
 •  એન્યુઅલ કલ્ચરલ પ્રોગ્રામ.
 •  યોગ અને પ્રાણાયામ શિબિરનું આયોજન.
 •  જી.પી .એસ .સી. અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના વગોંનું આયોજન.
 •  શાળાની વેબસાઈટ પર શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિઓની માહિતી ઉપલબ્ધ.
 •  વાયફાય કેમ્પસ.
 •  R.0. ના શુદ્ધ પાણીની વ્યવસ્થા.
 •  માધ્યમિક વિભાગમાં ACવર્ગખંડો.
 •  દૂરથી આવતા બાળકો માટે હોસ્ટેલ નીં સુવિધા.

વિજ્ઞાનપ્રવાહ માટે...

 • વિજ્ઞાનપ્રવાહ માટે ACવર્ગખંડો.
 • વ્હાઈટ માર્કર બોર્ડની સુવિધા.
 • ઉત્તમ સ્ટડીંમટેરીયલ્સ.
 • યુનિટ પ્રમાણે આંતરીક ટેસ્ટનું આયોજન.
 • તજજ્ઞો દ્વારા વધારાના શૈક્ષણિક વર્ગોનું આયોજન.
 • GUJCETઅને JEE ના વર્ગોનું આયોજન
 • વિધાર્થીઓને બપોરે પૌષ્ટિક નાસ્તો.
 • ગણવેશ, સ્ટડીમટેરીયલ્સ, રક્રૂલબેગ, શૂઝ અને સ્ટેશનરીં શાળામાંથી આપવામાં આવશે.
Copyright © RADHE INTERNATIONAL SCHOOL-BHABHAR
Designed & Developed by : pCube Software Solution (+91 9898436513)